મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો


SHARE









તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો

ટંકારાના મિતાણા નજીક ખોડીયાર આશ્રમમાં લુંટનો બનાવ બનેલ હતો. જેમાં દાગીના અને રોકડ લુટારુ લઈ ગયેલ હતા જેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટંકારા પોલીસે લૂંટમાં ગયેલ મુદામાલ પૈકીના સોના અને ચાંદીની વસ્તુ તેમજ રોકડા રૂપીયા કબ્જે કરેલ હતા જેને આશ્રમના મહંતને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપીની હાજરીમાં પરત આપવામાં આવેલ છે.

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં ગત તા. 30/7/25 ના રોજ મિતાણા ગામ ખોડીયાર મંદીર આશ્રમમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની મહંત રામચરણદાસ માતાજી નારણદાસજીએ અજાણ્યા ચાર લુંટારૂ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ખોડીયાર મંદીર આશ્રમમાં તાડા તોડીને અજાણ્યા ચાર લુંટારૂ આવ્યા હતા અને ફરીયાદીને છરી બતાવી ડરાવી ધમકાવીને સોંનાની કડી (મુંદરી), હાથમાં પહેરેલ ગેંડાનું કડુ તથા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ 87 હજારની મતાની લુંટ કરી હતી. અને આરોપી નાશી ગયા હતા અને આ ગુનામાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં 20 હાજર રોકડા, સોનાની કડી (મુંદરી) 1 જોડ જેની કિંમત 35 હજાર તથા હાથમાં પેરવાનુ ગેડા ચાંદીનુ પળ ચડાવેલ કડુ જેની કિંમત 200 આમ કુલ મળીને 55,200 નો મુદામાલ ફરીયાદીને ટંકારા પોલીસ સ્ટેશને બોલાવીને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપી એસ.એચ.સારડાના હસ્તે તમામ મુદામાલ પરત આપવામાં આવ્યો હતો ત્યારે ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.




Latest News