મોરબીમાં સમસ્ત લુહાર સમાજના આરોગ્યની સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો
મોરબીની યુનિક સ્કૂલમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ-ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબીની યુનિક સ્કૂલમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ-ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ અને ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી-૨ ના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા યુનિક સ્કૂલ મોરબી ખાતે ૧૩ માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સંસ્કાર ધામ બ્લડ બેંકના સેવાભાવી ભાઇઓ અને બહેનો દ્વારા સવારના ૮થી બપોરના ૧ વાગ્યા સુધી સેવા આપવામાં આવી હતી અને આ કેમ્પની શરૂઆત ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયા તથા સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, નાનજીભાઈ મોરડીયા તેમજ ઉમા ટાઉનશિપના સેવાભાવી સભ્યો રતિલાલભાઈ ભોરણિયા, મનુભાઈ જાકાસણિયા, ગોપાલભાઈ સરડવા તથા ટાઉનશિપની બહેનો દ્વારા કરવામાં આવી હતી અને આ કેમ્પમાં ૧૦૩ લોકોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કાન્તિભાઈ વૈષ્ણાનીએ ૧૧૪ મી વખત અને મનુભાઈ જાકાસણિયાએ ૭૫ મી વખત રક્તદાન કર્યું હતું. અને કેમ્પમાં રક્તદાન કરનારા રક્તદાતાઓને ઉમા ટાઉનશિપ પરિવાર અને ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો દ્વારા પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી હતી.