મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત લુહાર સમાજના આરોગ્યની સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો


SHARE









મોરબીમાં સમસ્ત લુહાર સમાજના આરોગ્યની સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો

મોરબીમાં સમસ્ત લુહાર સમાજ સમિતિ દ્વારા તાજેતરમાં લુહાર જ્ઞાતિબંધુઓ માટે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ, આર્યુવેદિક દવા કેમ્પ, ફિજીયોથેરાપી સારવાર, તથા ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી યુનિટ-૨, શનાળા રોડ, સત્યમ પાન વાળી શેરી સરદાર બાગ સામે મોરબી ખાતે આયોજન કર્યું હતું.

આ કેમ્પનો લુહાર સમાજના આશરે 245 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં સર્વરોગ નિદાનમાં 116, ફિજિયોથેરાપી નિદાનમાં 79 અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં 54 લોકોએ ભાગ લીધો હતો. આ કૅમ્પમાં ડો. રાજશ્રી પરમાર, ડો.સુનીલ કાચરોલા, ડો.સાવન પિઠવા, અજય પિત્રોડા, ડો. ભાવિકા કવૈયા, ડો. સંકેત પિત્રોડાએ સેવા આપી હતી. આ કેમ્પની મોરબી, વાંકાનેર અને ટંકારાના લુહારજ્ઞાતિ અગ્રણીઓ મુલાકાત લીધી હતી. આ કેમ્પનું અયોજન શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી તથા LYS-SS ગૃપ "સિંહસ્થ સેના" ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા કરાયું હતુ. અને સાથે લુહાર સમાજ મોરબીના વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી, સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ-મોરબી ટીમ વગેરે સંસ્થા કૅમ્પમાં સહયોગી બની હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે મયુરધ્વજ પિત્રોડા, પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજ રાઠોડ), મનસુખભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ મકવાણા તથા ભાવિન મારૂએ જહેમત ઉઠાવી હતી.




Latest News