મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
ટંકારામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા તંત્ર તૈયાર બીજા તબક્કાની તાલિમ પુર્ણ
SHARE







ટંકારામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા તંત્ર તૈયાર બીજા તબક્કાની તાલિમ પુર્ણ
૨૧ સરપંચની જગ્યા માટે ૪૬ મુરતિયા મેદાને : ૧૧૩ વોર્ડ માટે ૨૪૫ ઉમેદવારો
ટંકારા તાલુકામાં ૧૦ ગામો સંપૂર્ણ સમરસ અને ૧૦ ગામો અંશતઃ સમરસ થયા છે ત્યારે બાકી રહેતા ૨૨ ગામો પૈકી ભૂતકોટડાને બાદ કરતાં ૨૧ ગામોમાં સરપંચ પદ માટે ૪૬ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. ઉપરાંત ૧૧૩ વોર્ડ માટે ૨૪૫ સભ્યો સજ્જ થઇ મેદાનમાં છે.જેના માટે આગામી ૧૯-ડિસેમ્બરને રવિવારે મતદાન યોજવામાં આવનાર છે. જેના માટે ચુંટણીતંત્ર દ્વારા બીજા તબક્કાની તાલિમ પણ ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને સોંપી દેવામાં આવેલ છે.
આગામી તા.૧૯ ને રવિવારના રોજ યોજાનાર ગ્રામ પંચાયતી ચૂંટણી માટે ટંકારાનું ચુંટણી તંત્ર સજ્જ બન્યું છે. મામલતદાર કચેરી પાછળ આવેલ ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે ડિસ્પેચિંગ રીસિવ અને મતગણતરી કરવા માટે નક્કી કરાયું છે .જેમા રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર માટે ૧૦૦ તેમજ મતગણના માટે ૯૦ જેટલા કર્મચારીઓને આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલ હોલ ખાતે બીજા તબક્કાની તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે કોરોના કાળ દરમિયાન મુત્યુ સહાય, વેક્સિનેશન અને મહેસુલ ઉપરાંત વિકાસ કામો વચ્ચે પણ ટંકારા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા માટે ૩૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.જેની પ્રકિયા ભારે જહેમત ઉઠાવી કર્મચારી અને અધિકારીઓ દ્વારા પુર્ણ કરી દેવામાં આવી છે.ટંકારા તાલુકામાં ભૂતકોટડા ગામે સરપંચના ઉમેદવાર ન હોય ૨૧ સરપંચ પદ માટે ૪૬ અને ૨૨ ગામોમાં ૧૧૩ વોર્ડ માટે કુલ ૨૪૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય ગ્રામીણ રાજકારણમાં કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવ્યો છે.ચુનાવી મુરતિયા મતદારોના મન જીતવા ભારે જહેમત ઉઠાવી એક બિજાને પછાડવા પુરતું બળ કરતાં જોવા મળી રહ્યા છે.
