હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રથમ વખત આવશે મોરબીમાં: કમલમ કાર્યલયનું કરશે ઉદ્ઘાટન: પ્રદેશ પ્રમુખનું કરાશે સન્માન


SHARE





















કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રથમ વખત આવશે મોરબીમાં: કમલમ કાર્યલયનું કરશે ઉદ્ઘાટન: પ્રદેશ પ્રમુખનું કરાશે સન્માન

મોરબીના શનાળા ગામ પાસે બનાવવામાં આવેલ કમલમ કાર્યાલયનું કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે જેમાં સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહેશે.

મોરબી નજીકના સનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેનું કાલે તા 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરવાના છે અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને અંદાજે પાંચ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્મમાં હાજર રહે તેવી શક્યતા છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત અને દેશમાં જેને રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે તે અમિત શાહ કાલે પ્રથમ વખત મોરબીના આંગણે આવી રહ્યા છે ત્યારે તેઓની ભાવિ સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ ભાજપ પરિવાર દ્વારા કરી લેવામાં આવેલ છે અને ખાસ કરીને મોરબી જિલ્લાના લોકોને કાલે કમલમ કાર્યાલય બીજી કોઈ કોઈ નવી ભેટ મળે તેવી પણ શક્યતા છે. આ કાર્યકમમાં મોરબી જિલ્લાના તમામ સાંસદો, ધારાસભ્યોએ સહિતના આગેવાનો અને હોદદારો સહિતના હાજર રહેશે.   










Latest News