મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો


SHARE





મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ગરમી વિસ્તારોમા પ્રવાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં આંદરણા ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઇ હતી જેમાં ખેડૂતો સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત 200 જેટલા ગામના યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે.

મોરબી તાલુકાના આંદરણા ગામે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તથા પ્રદેશના આગેવાનની હાજરીમાં ખેડૂતોને ગ્રામજનો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગામના ખેડૂતો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે આંદરણા ગામના સરપંચ નિતેશભાઇ ચાવડા તેમજ ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ ગામના 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ખાસ કરીને આ બેઠકમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી.બાવરવા, મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે ગામના આગેવાને ગામના લોકોને કેનાલની જમીન માટે કપાત, રોડ રસ્તા, ગામનું તળાવ ભરવા સહિતના જે પ્રશ્નો છે તેને ઉલેકવા માટે ભાજપના ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આજ દિવસ સુધી તેઓના એક પણ કામને કરવામાં આવ્યું નથી. જેથી ભાજપના ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે




Latest News