ટંકારાના મીતાણા ગામે ઘરમાં ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
હળવદના કવાડીયા ગામે ઘરમાંથી દારૂની 49 બોટલ કબ્જે, આરોપીની શોધખોળ
SHARE
હળવદના કવાડીયા ગામે ઘરમાંથી દારૂની 49 બોટલ કબ્જે, આરોપીની શોધખોળ
હળવદના કવાડીયા ગામે રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની-મોટી કુલ મળીને 49 બોટલો મળી આવતા પોલીસે 9,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કવાડિયા ગામે રહેતા વિશાલભાઈ ચારોલાના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદરથી દારૂની મોટી 4 અને નાની 45 બોટલ આમ કુલ મળીને દારૂની 49 બોટલો મળી આવતા 9,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ અરજણભાઈ ચારોલા રહે. કવાડિયા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન સારવારમાં
મોરબીના રાજપર ગામે રહેતા બસંતકુમાર માંજી (26) નામના યુવાનને ગામ પાસે કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કેટોન લેમીનેટ નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં બીજા માળેથી નીચે પડતા જયસિંહ (29) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.