ટંકારાના મીતાણા ગામે ઘરમાં ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
SHARE
ટંકારાના મીતાણા ગામે ઘરમાં ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
ટંકારાના મીતાણા વાલાસણ રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં સગીરાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
ટંકારાના મીતાણા ગામ પાસે આવેલ વાલાસણ રોડ ઉપર પ્રકાશભાઈ શીવાભાઈના રહેણાંક મકાનમાં તેમના બહેન તેજલબેન શિવાભાઇ સાડમીયા (17)એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
હાર્ટ એટેકથી મોત
વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં શિવ મંડપ વાળી શેરીમાં રહેતા અશોકભાઈ ઉમિયાશંકરભાઈ ત્રિવેદી (67) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણસર તેને હાર્ટ એટેકનો હુમલો આવવાના કારણે તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
બાઇક સ્લીપ
મોરબીના ઘુટુ ગામે રહેતા વિજયભાઈ રમેશભાઈ રાઠોડ (42) નામનો યુવાન ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા ધનજીભાઈ વાઘજીભાઈ પરમાર (45) નામનો યુવાન ટિંબડી ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.