મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે


SHARE











મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી નથી અને ભાજપના નેતા આવે ત્યારે ટેમ્પરરી કામ કરવામાં આવે છે તેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં લોકોના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે તેમજ સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો, એક્સપોર્ટમાં બેનિફિટ આપો તેમજ કેનાલને લગતા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે પંકજભાઈ રાણસરીયા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવ્યુ હતું કે, ભાજપ દ્વારા પોતાના નેતા અને કાર્યકરોની સુવિધા માટે કરોડોના ખર્ચે કમલમ કાર્યાલય ઉભું કરે છે અને મોરબીના વર્ષો જુના પ્રાણ પ્રશ્નો આજે પણ યથાવત છે. જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આવેદનપત્ર આપવામાં આવશે. નેતાઓના આગમન પહેલા કરવામાં આવતા રોડ રસ્તા સહિતના પ્રાથમિક સુવિધાના કામ ટેમ્પરરી કરવાના બદલે લોકોના પ્રશ્નોને આજીવન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. તેમજ મોરબીની સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, જિલ્લામાં આવેલ ત્રણેય બ્રાંચ કેનાલના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવામાં આવે તે સહિતની માંગણીઓને લઈને કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.






Latest News