મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે
મોરબીના યુવાનની ચીટીંગના ગુનામાં શાહપુર પોલીસ દ્વારા અટકાયત; સગીરાની પજવણી કરનાર જેલ હવાલે
SHARE
મોરબીના યુવાનની ચીટીંગના ગુનામાં શાહપુર પોલીસ દ્વારા અટકાયત; સગીરાની પજવણી કરનાર જેલ હવાલે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ ક્રાંતિ જયોત એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધવલ પ્રભુભાઈ ચાપાણી પટેલ (ઉ.33)ની તપાસમાં શાહપુર પોલીસ મથકના પીએસઆઈ એ.એસ. કસ્મતરાવ મોરબી આવ્યા હતા. ત્યાં તેમના પોલીસ મથક ખાતે નોંધાયેલ બીએનએસ કલમ 318 (4), 316 (2) એટલે કે છેતરપીંડીના ગુનામાં ધર્મેન્દ્રભાઈ ચાપાણીની સંડોવણી સામે આવતા તપાસના કામે તેને ત્યાં લઈ જવાયેલ હોવાનું સ્થાનીક પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
જયારે થોડા સમય પહેલા મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યુવાનના ઘરે પરણીતાએ ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જે બાદ પોકસો એકટ મુજબ દાખલ થયેલા ગુનામાં એ ડીવીઝન પીઆઈ આર.એસ. પટેલે રવિભાઈ હિરાભાઈ સવસેરા બોરીચા (ઉ.27) રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો હતો.
જયારે રાજસ્થાનના જોધપુર જીલ્લાના બીલાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરીયાદમાં સંડોવાયેલ રામનિવાસ પપ્પુરામ બીશ્ર્નોઈ રહે. લાંબા બીલાડા જોધપુર રાજસ્થાન વાળો મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેના બાલાજી કેરીયર ખાતે હોવાની બાતમી મળતા ત્યાંના પોલીસે અત્રે આવી હસ્તગત કર્યો હતો તેમ સ્થાનીક પોલીસ સુત્રોએ જણાવેલ છે.
યુવાન ગુમ
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ચામુંડા ફરસાણ નામની દુકાનેથી ઉઘરાણીનું કહીને હળવદ જવા નિકળેલ યુવાન ગુમ થવા પામેલ છે. આ અંગે કપીલભાઈ કાંતિલાલ ભલસોડ પ્રજાપતિ (30) રહે. કુંભાર શેરી મહેન્દ્રપરાએ પોલીસમાં જણાવ્યા પ્રમાણે ગત તા.12ના બપોરે બે વાગ્યાના અરસામાં તેમના મોટાભાઈ સંજયભાઈ કાંતિલાલ ભલસોડ (40) રહે. કુંભારશેરી વાળા દુકાનેથી ઉઘરાણી માટે હળવદ જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થયેલ છે. હાલ ગુમસુધા નોંધ દાખલ કરીને પોલીસે ગુમ થયેલા સંજયભાઈને શોધવા તજવીજ શરૂ કરેલ છે.
જયારે વાવડી રોડ ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા રજનીકાંત પોપટભાઈ પટેલ (58) નામના આધેડ રવાપર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે ત્યાં સ્લીપ થઈ જતા સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લઈ જવાયા હતા