હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ગ્રામ પંચાયતમાં ભરતી માટે  સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે, વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી તા.૩૧ ડિસેમ્બર સુધી પ્રવેશબંધી


SHARE





















મોરબી ગ્રામ પંચાયતમાં ભરતી માટે  સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે, વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી તા.૩૧ ડિસેમ્બર સુધી પ્રવેશબંધી
મોરબી જિલ્લા પંચાયત હેઠળનાં હળવદ તાલુકા પંચાયતમાં ઈ-ગ્રામ પંચાયતનાં સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર) ની સેવાઓ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનાં ધોરણે ઈ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા માટે ની ભરતી હેઠળ ૪ ગ્રામ પંચાયતમાં ખાલી રહેલ ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર) ની જગ્યાઓ પર કમિશન આધારિત મહેનતાણાથી ભરતી કરવાની થાય છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ જે તે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી પાસે જમા કરાવવાનું રહેશે.ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ભરતીની અરજી અંગે ની મર્ગદર્શિકા અને ફોર્મ મેલવવા માટે https://morbidp.gujarat.gov.in/ આ લિંક પરથી મેળવી લેવી જગ્યાનું નામ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) ભરતી માટેની જાહેરાત, શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી (CCC) જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં અરજી કરવાની રહેશે જગ્યા ખાલી રહેલ ગામોમાં મંગળપુર, ખોડ, નવા ઘનશ્યામગઢ, ધનાળામાં સમાવેશ થાય છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી તા.૩૧ ડિસેમ્બર સુધી પ્રવેશબંધી રહેશે
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી  તા.૩૧-૧૨-૨૫ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે.તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તા.૩૧-૧૨ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં,ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૧ ની કલમ-૧૩૧ અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે










Latest News