મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE











રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબી તા.૧૯ નવેમ્બર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કપોરીવાડી અને શિયાળની વાડી વિસ્તારના ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવસેવાનું ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પહેલા પણ સમિતિ દ્વારા તા.૯ ના રોજ માધાપર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં એકતા ગ્રુપ મોરબી તથા મોરબી સિવિલ હોસ્પિટલનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.આ બંને કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવામાં મદદ મળશે.સમાજમાં રક્તદાન જેવી પવિત્ર સેવા અંગે જાગૃતિ ફેલાવવા સમિતિ સતત પ્રયત્નશીલ છે.કેમ્પમાં HDFC Bank દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને રક્તદાતાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સમિતિના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે “રક્તદાન એ માનવ જીવન બચાવવાનો સર્વોત્તમ ઉપાય છે” અને આગલા દિવસોમાં વધુ વિસ્તાર સુધી આ સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 






Latest News