રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીની આંતરિક પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાની જેમ જ લેવામાં આવેલ.ત્યારબાદ તા.૧૯-૧૧-૨૫ના રોજ યુનિવર્સીટી કક્ષાની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં આગામી પરીક્ષામાં પેપર કઈ રીતે લખવા જોઈએ અને યુનિવર્સિટીની પરીક્ષામાં કઈ રીતે વધુ ગુણ મેળવી શકાય તે માટે પ્રો.કે.આર.દંગીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આંતરિક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ જે જે ભૂલો કરી હતી કે જે જે ક્ષતિઓ રહેવા પામી હતી તે સંદર્ભે ડૉ.એ.એચ.રાજપૂતે સમીક્ષાત્મક વર્ણન કરેલ અને હવે પછી આવું ન થાય તે સંદર્ભે અવગત કરેલ.કાર્યક્રમનું સંચાલન પ્રા.જે.એમ.કાથડે કરેલ.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા ડો.એ.કે.ધ્રુવે સંભાળેલ તથા આભાર વિધિ ડો.એન.જી.કોડિયાતરે કરી હતી