વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન
SHARE
મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન
રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તા.૨૧-૧૨-૨૫ ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત હરિફાઈ તથા વેશભૂષા હરીફાઈ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રમુખ પરિમલભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે રમતગમત હરીફાઈ તથા ડાન્સ કોમ્પિટિશન આયોજનની વિગતોમાં રમતગમત હરિફાઈ અંતર્ગત ધોરણ LKG થી ધો. ૧ ના વિદ્યાર્થીઓ માટે રમતમાં પીક-અપ બોલ , ધો.૨ થી ૪ ના વિદ્યાર્થીઓ માટે લીંબુ ચમચી ધો.૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રમત એક મિનિટ હરીફાઈ રહેશે તથા વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન અંતર્ગત ધોરણ LKG થી 4 ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તથા ડાન્સ હરીફાઈ અને ધો.૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકાશે.વેશભૂષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ 75 એન્ટ્રી સ્વીકારવામાં આવશે.ઉપરોક્ત હરીફાઈનો રઘુવંશી બાળકો વધુમાં વધુ લાભ લે અને હરીફાઈનું ફોર્મ ભરવાની છેલ્લી તા।૧૮-૧૨-૦૨૫ ને ગુરૂવાર છે.તેમ શ્રી રઘુવંશી યુવક મંડળે યાદીમાં જણાવે છે.ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે કેવિન ગેસ સર્વિસ નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, (મો.૯૮૭૯૮ ૩૪૦૩૪) અથવા દરિયાલાલ આલુ ભંડાર નવાડેલા રોડ (મો.૯૮૯૮૧ ૧૪૩૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.