મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન
મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે
SHARE
મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે
મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તા. ૨૩ ને રવિવારે સવારે ૭:૩૦ વાગ્યાથી શેરી રમતોને જીવંત રાખવાના હેતુથી "ધમાલ ગલી' નું આયોજન કરવામાં આવ્યું છે.આજના મોબાઈલ યુગમાં બાળકો શેરી રમતો ભૂલી રહ્યા છે ત્યારે બાળકોને તેના તરફ વળવા આવતા રવિવારે શેરી રમતોનું આયોજન કરવામાં આવેલ છે.કેસરબાગ ખાતે ભુલાતી જતી શેરી રમતોનો ઉત્સવ ઉજવાશે જેમાં નગરજનોને પોતાના ભૂલકાઓ સાથે પધારવા મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામા આવ્યું છે.