મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે


SHARE











મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવાનું હોય, મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો આમાં ભાગ લઈ શકશે.એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે.આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા.૩૦-૧૧-૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૩૦-૧૧-૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી.

તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરદ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત  તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત બાળ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૦-૧૧-૨૫ છે.જે અંતર્ગત ૩૧ ડીસેમ્બર ૨૦૨૪ને ધ્યાને લઈને વિભાગ- “અ” માં ૦૭ વર્ષથી ઉપરના ૧૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. વિભાગ- “બ” માં ૧૦ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.જ્યારે ખુલ્લા વિભાગમાં ૦૭ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જેમાં, વિભાગ- “અ” તથા વિભાગ- “બ” માં વકૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિંબધ, લગ્નગીત, લોક-વાદ્ય સંગીતઉપરાંત, ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઈ, સમુહગીત, લોકનૃત્ય એમ “અ” વિભાગની કુલ-૦૭, “બ” વિભાગની કુલ ૦૭ અને ખુલ્લા વિભાગની કુલ -૦૬ એમ કુલ-૨૦ કૃતિનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા.૩૦-૧૧-૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૩૦-૧૧-૨પ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. તેમ  જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News