હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે
SHARE
હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે
હળવદ તાલુકાના સુસવાવ ગામની પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રીક મોટરો મૂકવામાં આવી હતી જે પૈકીની ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરોની ચોરી થઈ હતી જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ હતી અને તે ગુનાનો ભેદ ઉકેલીને એલસીબીની ટીમ દ્વારા 6 આરોપીઓને પકડવામાં આવ્યા છે તથા ચોરી કરવામાં આવેલ ઇલેક્ટ્રીક મોટરોનો ભંગાર અને બોલેરો ગાડી સહિત કુલ મળીને 4,90,000 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે
થોડા દિવસો પહેલા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રહેતા જુદા જુદા બે ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રીક મોટરોની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બંનેમાં જણાવ્યું હતું કે નર્મદાની કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ખેડૂતો દ્વારા જે ઈલેક્ટ્રીક મોટર મૂકવામાં આવી હતી તેમાંથી કુલ મળીને 12 જેટલી ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરવામાં આવી છે. જેથી ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી.
દરમ્યાન એલસીબીની ટીમને મળેલી બાતમી મળી હતી કે, મોરબીમાં માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ સામે નસીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં બોલેરો ગાડી નંબર જીજે 37 ટી 2550 માં ઇલેક્ટ્રિક મોટરનો ભંગાર વેંચવા માટે આવ્યા છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ઈલેક્ટ્રીક મોટરોને તોડીને તેમાંથી નીકળેલ તાંબાના વાયરનો ભંગાર તથા લોખંડ, એલ્યુમિનિયમ, પિત્તળ તથા બીડ વિગેરે ગાડીમાં ભરી વેચવાની પેરવી કરી રહેલા ત્રણ શખ્સો ત્યાંથી મળી આવ્યા હતા અને ચોરાવ માલ લેનાર ત્રણ ભંગારના વેપારી સહિત કુલ છ શખ્સોને પકડવામાં આવ્યા છે
હાલમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ચોરીની આ ઘટનાને અંજામ આપનાર કરણભાઈ મોતીભાઈ ટોળીયા, રોહિતભાઈ મુન્નાભાઈ ઝિંઝુવાડીયા અને સાગરભાઇ મગનભાઈ પરમાર રહે. ત્રણેય મોરબી તેમજ ચોરાવ મુદ્દામાલ લેનાર ભંગારના વેપારી મંજૂરહુસેન રફીકભાઈ ખુરેશી રહે. કબીર ટેકરી મોરબી, હરિલાલ વિરુજી ગુર્જર રહે. મહેન્દ્રનગર તથા જાવેદભાઈ અલ્લારખાભાઈ સિપાઇ રહે. રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 1,90,000 ની કિંમતનો 12 ઈલેક્ટ્રીક મોટર તોડીને કાઢવામાં આવેલ ભંગાર તેમજ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બોલેરો ગાડી આમ કુલ મળીને 4,90,000 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.
વધુમાં જાણવા મળતી હોય તો પ્રમાણે ચોરીના ગુનાને અંજામ આપનારા ત્રણ આરોપીઓ તથા પકડવાના બે આરોપીઓ આમ કુલ મળીને પાંચ શખ્સો દ્વારા બોલેરો ગાડી લઈને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ઉપર ખેડૂતો દ્વારા જે ઈલેક્ટ્રીક મોટરો મુકવામાં આવી હોય તેમાંથી ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરીને તેને તોડીને તેમાંથી અલગ અલગ પાર્ટ્સનો ભંગાર અલગ અલગ વેપારીઓને ત્યાં વેચી નાખવાની મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી