હળવદના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને કોંઢના શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને કોંઢના શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી
હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને કોંઢ ગામના શખ્સ દ્વારા અગાઉ કરવામાં આવેલ ફરિયાદનું મનદુખ રાખીને “તને ઉપાડી જવાનો જ છે અને પતાવી દેવાનો છે” તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કોંઢ ગામના શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ જુના રાયસંગપુર ગામના રહેવાસી અને હાલમાં હળવદના ગિરનારીનગરમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉંમર ૩૭) એ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જસપાલસીંહ ઝાલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ અગાઉ કરવામાં આવેલ ફરિયાદનું મનદુખ રાખીને તેને ફોન કરીને જણાવ્યું હતું કે હું ભૂલી ગયો નથી અને તેઓ જયારે હળવદની સરા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓને ઊભા રાખીને જશપાલસિંહ ઝાલાએ “તને ઉપાડી જવાનો જ છે અને પતાવી દેવો છે” તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા જનકભાઈ ચૌહાણએ જસપાલસીંહ ઝાલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે