વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારાં બિપીન રાવત સહિતનાઓને શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ
હળવદના ભવાનીનગરમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો
SHARE
હળવદના ભવાનીનગરમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો
હળવદના ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડની હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં આરોપીને પકડવાનો બાકી હતો અને હાલમાં હત્યાના આ ગુનામાં સંડોવાયેલ આરોપીને કાલાવાડ ખાતેથી મોરબી એલ.સી.બી.ની ટીમે ઝડપી પડેલ છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટિમ કામ કરી રહી છે ત્યારે ચંદુભાઇ કાણોતરા અને દશરથસિંહ પરમારને મળેલી હકિકત આધારે હત્યાના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ છે કે, હળવદમાં ૨૦૨૧ માં હત્યાનો બનાવ બનેલ હતો જેમાં આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુરભાઇ કોળી રહે. હાલ ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં હળવદ મુળ રહે. સુરેન્દ્રનગર હાલ રહે જામનગર જીલ્લાના કાલાવાડ વાડી વિસ્તાર વાળાને પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી અર્થે આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે અને આજથી એક માસ પહેલા ભવાનીનગર લાંબી દેરી વિસ્તારમાં રહેતા આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી તે ગુનામાં નાસી ગયેલ આરોપીને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે