હળવદના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને કોંઢના શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
SHARE
મોરબીના રોહીદાસપરા ચોકમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૪૬૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા ચોકના ખાડા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કાસમભાઇ જાકમભાઇ કચ્ચા (ઉ.૩૨) રહે. વીસીપરા કુલીનગર-૨ કિસ્મત પાન પાસે, સંદિપભાઇ હિરાભાઇ ચાવડા (ઉ.૨૮) રહે. વીસીપરા લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી અને દિલીપભાઇ કાનજીભાઇ બડઘા (ઉ.૩૩) રહે. રોહીદાસપરા શેરી નં.૩ રાધાકૃષ્ણ મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
વૃધ્ધનું મોત
માળીયા તાલુકાના હરિપર ગામે રહેતા મેરૂભાઈ મંગાભાઈ ભીમાણી જાતે કોળી (ઉંમર ૭૮)ને તારીખ ૩૦/૧૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે નીરણ નાખતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેઓને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે