મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષા દૂર ન કરતાં યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી: એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો


SHARE































મોરબીમાં રીક્ષા દૂર ન કરતાં યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી: એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે આવેલ સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ ઉપર યુવાન પોતાની રીક્ષા રાખીને ઉભો હતો ત્યારે ત્યાંથી તેને રીક્ષા લઈ લેવા માટે એક શખ્સે કહ્યું હતું ત્યારે યુવાને તેની રીક્ષા ત્યાંથી દૂર કરી ન હતી જેથી ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો ત્યારબાદ તેની રીક્ષા ઉપર પથ્થર મારીને કાચ તોડી નાખ્યો હતો અને યુવાનને પણ પથ્થરનો ઘા મારીને જમણા હાથના કાંડામાં ઇજા કરી હતી આટલું જ નહીં તેની સાથે જપાજપી કરીને નીચે પડી દઈને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રીસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના ભડીયાદ ગામે રામાપીરનો ઢોરો વિસ્તારમાં રહેતા મૂળજીભાઈ શામજીભાઈ વઘોરા (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રભુ ઉર્ફે ઉદય કોળી રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ભડિયાદ કાંટા પાસે આવેલ સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ ખાતે ફરિયાદી પોતાની રિક્ષા નંબર જીજે 3 એએફ 9710 લઈને ઉભો હતો દરમિયાન આરોપીએ ફરિયાદીને તેની રિક્ષાને ત્યાંથી લેવા માટે કહ્યું હતું જો કે, ફરિયાદીએ ત્યાથી રીક્ષા ન લેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને રીક્ષા પર પથ્થરનો ઘા મારીને રીક્ષાનો કાચ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી યુવાન આરોપી પાસે જતા આરોપીએ તેને પથ્થરનો ઘા મારીને જમણા હાથના કાંડાના ભાગે ઇજા કરી હતી અને જપાજપી કરીને યુવાનને જમીન ઉપર પાડી દઈ જમણા હાથ, જમણા પગ અને શરીરે ઇજા કરી હતી અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News