હળવદના રણજીતગઢ ગામના પાટિયા પાસે બાઇકમાંથી પડી જતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત
મોરબી નજીક કારખાનાના રૂમમાં નવોઢાએ ન કરવાનું કરી નાખ્યું: તપાસ શરૂ
SHARE
મોરબી નજીક કારખાનાના રૂમમાં નવોઢાએ ન કરવાનું કરી નાખ્યું: તપાસ શરૂ
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ કોઈપણ કારણોસર તેના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ઉચી માંડલ ગામ પાસે સેલ્સ પેલ કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલભાઈ સોલંકીના પત્ની સીતાબેન સોલંકી (24)એ તેઓના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી સીતાબેનને તેના પતિ તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આપઘાતમાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો સાત માસમાં હતો અને તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.