મોરબીમાં સાત વર્ષના બાળકે બનાવેલ ચિત્ર કેન્દ્રીય મંત્રી અમિત શાહે હાથો હાથ સ્વીકાર્યું
વાંકાનેરમાં ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી, આરોપીની શોધખોળ
SHARE
વાંકાનેરમાં ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી, આરોપીની શોધખોળ
વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ડબલ ચાલી રામાપીરના મંદિર વાળી શેરીમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 48,100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલ પ્લોટ વિસ્તારમાં ડબલ ચાલી રામાપીરના મંદિર વાળી શેરીમાં રહેતા મોહીન ઉર્ફે મોન્ટી હાલા ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મોહીનના ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી આવતા પોલીસે 48,100 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા રહે. મિલ પ્લોટ ડબલ ચાલી રામાપીરના મંદિર વાળી શેરી વાંકાનેર વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.