મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે ડોગ બાઇટ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
SHARE
મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે ડોગ બાઇટ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે તાજેતરમાં ડોગ બાઇટ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના ડાયરેક્ટર રમેશ કૈલાએ જરૂરી માહિતી આપી હતી ત્યારબાદ દરેક મહેમાનો ફેકલ્ટીસ અને સ્ટુડન્ટને ડોગ બાઇટ વિશે સમજાવ્યું હતું જેમાં રિસ્ક ફેક્ટર કેવા પ્રકારના ડોગ બાઇટ હોય તેની સેફટી માટે શું કરવું તેનું ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ શું કરવું અને કઈ કઈ વેક્સિન આવે તેની સમજણ આપી હતી આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં ડોગ બાઇક માટે પ્રિવેન્શન કેવી રીતે કરવું ? ફર્સ્ટ મેજરમેન્ટ શું હોય ?, વેક્સિનેશન શિડયુલ શું હોય ?, તેમની રિસ્પોન્સિબિલિટી શું હોય ? તે સમજાવવાનો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના તમામ વિભાગના પ્રિન્સીપાલ અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.









