મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ, આરોપી પોલીસની હાથવેંતમાં


SHARE







મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ, આરોપી પોલીસની હાથવેંતમાં

મોરબીના તાલુકા વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમમાં કામ કરતાં પરિવારની સગીર દીકરીને લાલચવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે સગીરાતેઓના વતનમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી પરિવાર મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમમાં કામ કરવા માટે આવ્યો હતો અને તે પરિવાર કારખાનામાં રહેતો હતો દરમિયાન રાકેશ હિમરાજ મેડા રહે. મૂળ એમપી વાળા શખ્સે તે પરિવારની સગીર દીકરીને લાલચવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરા દ્વારા તેઓના વતનમાં જઈને ત્યાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીરો નંબરથી આ ફરિયાદ મોકલવામાં આવી છે જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને આ ગુનામાં આરોપી પોલીસની હાથમાં હોવાનું જાણવા મળ્યું છે

 

યુવાન સારવારમાં

મોરબીના રાજપર ગામે રહેતા છત્રાભાઈ નટુભાઈ (43) નામનો યુવાન પંચાસર અને રાજપર વચ્ચેથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં વિજય બાબુભાઈ કુંઢીયા (37) અને લક્ષ્મી વિજયભાઈ કુંઢીયા (12) રહે. બંને ભીમસર વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News