પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી બીયરના 12 ટીન સાથે એક શખ્સ પકડાયો


SHARE















મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી બીયરના 12 ટી સાથે એક શખ્સ પકડાયો

મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના 12 ટી મળી આવ્યા હતા જેથી 3168 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના 12 ટીમળી આવ્યા હતા જેથી પોલીસે 3168 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી સબુર જામસિંહ નીનામા (22) રહે. પેટલાદ તાલુકો મેમનગર જિલ્લો જાંબુવા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકી દાઝી જતાં સારવારમાં

મોરબી તાલુકાના પાપડીયારી ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં શૈલેન્દ્ર ગોડની બે વર્ષની દીકરી નિકિતા તેના ઘર પાસે કોઈ કારણોસર ગરમ પાણીમાં દાઝી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી અસર થતાં સારવારમાં

માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા હીનાબેન સચીનભાઈ (20) નામની મહિલાને કોઈ કારણોસર રતાભાઇની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News