માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ દવાની ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત
મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબ્જે
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે મોબાઈલના ટાવરને તસ્કરે નિશાન બનાવ્યો હતો અને ત્યાંથી જુદી જુદી માપ સાઈઝના કોપર વાયરની ચોરી કરવામાં આવી છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોપર વાયરની ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ચોરાઉ વાયર સાથે મોરબી તાલુકા પોલીસની ટીમે બે શખ્સે ઝડપી લીધેલ છે અને તેની પાસેથી કાર, વાયર સહિત કુલ મળીને 1.15 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (32)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર ગામની સીમમાં રામદેવ હોટલ પાસે મોબાઈલ ટાવરમાંથી અલગ અલગ માપ સાઈઝના કોપર કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 30 હજારના વાયરની ચોરી થઈ હોવાની કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.
તેવામાં તાલુકા પોલીસની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, ચોરી કરેલ કોપર વાયર એક ઇકોમાં લઈને ધરમપુરથી મોરબી તરફ આવી રહ્યા છે જેથી પોલીસે ધરમપુર ગામના સ્મશાન પાસે વોચ રાખી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ઇકો કાર નંબર જીજે 3 ડીએન 2551 ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી ચોરી કરીને મેળવેલ કોપર કેબલ વાયર મળી આવ્યો હતો જેથી પોલીસે ઇકો કારમાં બેઠેલ આરોપી કાટીયાભાઇ નરશીભાઈ દેવીપુજક (32) રહે. કંકાવટી તાલુકો ધ્રાંગધ્રા અને દીલીપભાઇ પોપટભાઇ દેવીપુજક (35) રહે.વાલબાઈની જગ્યા પાસે ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 30 કીલો કોપર વાયર તેમજ ઇકો કાર આમ કુલ મળીને 1.15 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. આ કામગીરી પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.