મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ: 1.15 લાખનો મુદામાલ કબ્જે
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ
SHARE
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં જવાનો રસ્તો અતિશય ભયંકર અને બિસ્માર હાલત માં છે.લુણસર ગામમાં રહેતા રહીશો અને શિક્ષકો ને વાંકાનેર કે આજુ બાજુના કોઈપણ ગામમાં જવા માટે દરોજ આ મગરની પીઠ સમાન રસ્તા ઉપર પારાવાર મજબૂરીની સાથે ચાલવું પડે છે.લુણસરથી વાંકાનેર અભ્યાસ માટે જતા બાળકો અને નાના મોટા ધંધા માટે જતા લોકોને પણ આ ખરાબ રોડ ના લીધે સમયનો વ્યય થાય છે અને કાયમ માટે અકસ્માતનો ભય રહે છે.તો પલાશ ચોકડીથી લુણસર ગામ સુધીનો બિસ્માર રસ્તો ત્વરિત રીપેર કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવે છે.