મોરબીના ખરેડા ગામે આવેલ આર.બી.પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા રન ફોર હેલ્થનો કાર્યક્રમ યોજાયો
SHARE
હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા "રન ફોર હેલ્થ" નો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં તા.૨૨-૧૧ ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા "રન ફોર હેલ્થ" નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં અત્યારની ભારત દેશની વર્તમાન યુવા પેઢીને વિદેશી તાકાતો દ્વારા ખોખલા કરવાનું જે પૂરા ભારતની અંદર ષડયંત્ર ચાલેછે.તેના વિરોધમાં અને યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન બજરંગદળ દ્વારા પૂરા ભારતમાં કરવામા આવે છે.જેમાં હળવદ શહેરની સાંદિપની વિદ્યાલય,.એસ.પી.વિદ્યાલય, મંગલમ વિદ્યાલય, સરસ્વતી શિશુ મંદિર તેમજ મહર્ષિ ગુરુકુળના વિધાર્થીઓ તથા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કાનાણી તેમજ હળવદ પોલીસ સ્ટાફ તથા વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ તેમજ વિવિધ રાજકીય, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.અને સરસ્વતી શિશુ મંદિરથી દરબારનાકા થઈને ગામની મેઈન બજાર થઈ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ.આ તકે હળવદ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમની સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.