Morbi Today
મોરબીના મુસ્કાન વેલફેર ગ્રૂપની બહેનોનું ડૉ. આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં કરાયું સન્માન
SHARE
મોરબીના મુસ્કાન વેલફેર ગ્રૂપની બહેનોનું ડૉ. આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં કરાયું સન્માન
મોરબીમાં ડૉ. આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં મુસ્કાન વેલફેર સોસાયટીના બહેનો હાજર રહ્યા હતા અને મુસ્કાન વેલફેર ગ્રુપ તરફથી 11 કન્યાઓને તેમની જરૂરિયાત મુજબની આવશ્યક વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત સુખદ રીતે કરી શકે. આ તકે આયોજકો દ્વારા મુસ્કાન ગ્રુપના બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અને આવી જ રીતે મુસ્કાન વેલફેર ગ્રુપ સમાજ ઉપયોગી કાર્યો અને સેવામાં આગામી સમયમાં પણ યોગદાન આપતું રહેશે. તેવું સંસથા સાથે જોડાયેલા બહેનોએ જણાવ્યુ છે.









