પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

પંખી પ્રેમમાં વિવેક કેળવીએ : મોરબીમાં પક્ષીઓને ચણને બદલે નંખાતો રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ ગાંઠિયા-સેવ કે મીઠાઈ નુકશાનકારક


SHARE















પંખી પ્રેમમાં વિવેક કેળવીએ : મોરબીમાં પક્ષીઓને ચણને બદલે નંખાતો રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ ગાંઠિયા-સેવ કે મીઠાઈ નુકશાનકારક

મોરબીમાં ખીસકોલીવાળા તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી મિત્ર જીતુભાઇ ઠક્કર સૌપંખી પ્રેમીઓને પંખીને અપાતા ખોરાક વિશે સાવચેત કરતાં જણાવે છે કે, આજકાલ અને વિશેષ તો શહેરોમાં પંખીઓને ચણ (અનાજ) ખવડાવવાની આપણી મૂળ સાંસ્કૃતિક પરંપરાને આગળ ધપાવવાને બદલે લોકો અનાજની જગ્યાએ વાસી રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ જેવા કે ગાંઠિયા-સેવ કે મીઠાઈ જેવી વસ્તુઓ પંખીઓને ખવડાવી રહ્યા છે.આ આદત સંપૂર્ણપણે નુકશાનકર્તા અને પક્ષીઓના આરોગ્ય માટે ખતરો છે.જીતુભાઇએ પણ નોંધે છે કે શંકર આશ્રમ સહિત પક્ષીઓની એકઠા થવાની અનુકૂળ જગ્યાઓએ ચણ અને આવાં અયોગ્ય ખોરાક ખુબ મોટી માત્રામાં લોકો નાંખી જાય છે.જે લાંબો સમય પડ્યા રહેવાથી ઝાકળ, વરસાદ, ધૂળ વગેરેને કારણે કોહવાઈ જાય છે અને બાદમાં તેને પંખીઓ ખાઇ છે અને બીમારી અને ક્યારેક મોતનું પણ કારણ બને છે.શિયાળામાં આપણે ત્યાં સિગલ બર્ડ અને રોઝી પેસ્ટર જેવા યાયાવર પંખીઓ પણ આવતા થયા છે.ત્યારે આપણે પંખીઓને ક્યાં, કેટલી માત્રામાં અને કેવો ખોરાક આપવો જોઈએ તે બાબત સૌ જાગૃતિ કેળવીએ અને એ રીતે ખોરાકનો બગાડ  અટકાવીએ અને પંખીઓને માંદા પડતા પણ અટકાવીએ તેવી સૌને આગ્રહભરી વિનંતી છે.આ બાબત વધુ વિગતો માટે જીતુભાઇને મો.૯૨૨૮૫ ૮૩૭૪૩ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. 






Latest News