મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન અને સ્ટેમ સેલ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયું


SHARE







મોરબીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન અને સ્ટેમ સેલ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયું

મોરબીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મોરબીમાં આવેલ ગાયત્રીનગર પ્રાથમિક શાળા તેમજ સુપર ટોકીઝ વિસ્તાર, નીલકંઠ મહાદેવ મંદિર (મોહનભાઇની લસ્સીની બાજુ) ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે જ કેન્સર અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીમાં અસરકારક સાબિત થતા "સ્ટેમ સેલ ડોનેશન" અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ કેમ્પ યોજાયો હતો. જેમાં અમદાવાદની જાણીતી "ધાત્રી" સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા સ્ટેમ સેલ ડોનર રજીસ્ટ્રેશનકાર્ય ઉત્સાહપૂર્વક પૂર્ણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન પ્લાઝમા ડોનેશન સંબંધિત માર્ગદર્શન તથા જરૂરી માહિતીકરણ માટે ડેટા કલેક્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેના કારણે દાતાઓને એક જ સ્થળે સર્વે માર્ગદર્શન ઉપલબ્ધ બન્યું હતું આ સેવા અભિયાનને સફળ બનાવવા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સભ્યમંડળ, સિવિલ હોસ્પિટલ મોરબી, HDFC BANK મોરબી, સંઘના સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. સમિતિનો સંકલ્પ છે કે આવી જ સેવાકાર્યની પ્રવૃતિઓ ભવિષ્યમાં સતત આયોજિત કરવામાં આવશે.






Latest News