મોરબીમાં બે સિરામિક યુનિટ અને ત્રણ આંગડિયા પેઢીમાં ડીજીજીઆઈની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ દર્શનનો લાભ લીધો
SHARE
મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ દર્શનનો લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે ભોજન પીરસ્યુ હતું અને ધન્યતા અનુભવી હતી.
મોરબી જલારામ ધામ ખાતે બંને ટાઈમ સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજ રોજ “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજનિક અશોકભાઈ ભાયાણી મોરબી જલારામ ધામ ખાતે આવ્યા હતા અને જલારામ બાપાની કૃપા અને પ્રેરણાથી ચાલતા સદાવ્રતમાં પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે અશોકભાઈ ભાયાણીએ મોરબી જલારામ ધામ દ્વારા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી તેમજ મોરબી જલારામ ધામના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીને શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમના સ્વાસ્થ્ય અંગે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.