પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનનું અપહરણ કરી માર મારીને બે મોબાઈલ ફોન પડાવી લેવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE















મોરબીમાં યુવાનનું અપહરણ કરી માર મારીને બે મોબાઈલ ફોન પડાવી લેવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં બાયપાસ રોડ ઉપર રહેતા યુવાને બાઈક અડાણે મૂકીને 25 હજાર રૂપિયા લીધા હતા જેની સામે 50 હજાર રૂપિયા આપવાના હતા અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. અને ત્યારબાદ યુવાનનું તેના ઘર પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને યુવાનને માર માર્યો હતો આટલું જ નહીં તેની પાસેથી બે મોબાઈલ ફોન પડાવી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલ યુવાને પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સત્કાર રેસીડેન્સી બ્લોક નંબર 204 માં રહેતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલિયા (20)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શક્તિભાઈ મહેશભાઈ ગજીયા, મહેશભાઈ ઉર્ફે લાલાભાઇ સવસેટા, કાનભા ગઢવી, યુવરાજ ગઢવી અને જગદીશભાઈ સવસેટની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, શક્તિભાઈ ગજીયા પાસેથી તેણે બાઈક અડાણે મૂકીને 25 હજાર રૂપિયા લીધા હતા અને એક મહિના પછી 50 હજાર રૂપિયા તેને આપવાના હતા અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી યુવાનેને આપવામાં આવી હતી ત્યારબાદ યુવાનના ઘર પાસેથી તેનું અપહરણ કરીનેલાઈ ગયા હતા અને યુવાનને ભૂમિ ટાવર નજીક પાંચ શખ્સોગાળો આપીને ઢીકાપાટુ તથા લાકડી વડે મારમાર્યો હતો આટલું જ નહીં શક્તિભાઈ ગજીયાએ ફરિયાદી પાસેથી એપલ કંપનીનો 13 પ્રો મોબાઈલ ફોન તથા કાનભા ગઢવીએ રિયલમી કંપનીનો સી 35 મોબાઈલ ફોન બળજબરીપૂર્વક પડાવી લીધો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પહેલા ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ તપાસની અધિકારી સી.એમ.કરકર અને રાઇટર દીપકભાઈ બારોટ દ્વારા આરોપી કેતન ઉર્ફે કાનભા મહેન્દ્રદાન બારહટ (24) રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News