વાંકાનેર નજીક કારખાનામાં કેમિકલ વાળું ગરમ પાણી ઉડતા દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
વાંકાનેર નજીક કારખાનામાં કેમિકલ વાળું ગરમ પાણી ઉડતા દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત
વાંકાનેર નજીક આવેલ જેતપરડા ગામની નજીક એશિયાટિક કેમિકલ્સ કારખાનામાં રિએક્ટર મશીનનું ઢાંકણું ખોલવા જતા કેમિકલ વાળું ગરમ પાણી શરીર ઉપર ઉડવાના કારણે યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ જેતપરડા ગામની સીમમાં મલ્ટી સ્ટોન સીરામીક પાસે એસીયાટીક કેમિકલ કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો વિનોદભાઈ મેડા (24) નામનો યુવાન કારખાનામાં હતો અને ત્યાં કારખાનામાં રિએક્ટર મશીનનું ઢાંકણ ખોલવા જતાં સમયે કેમિકલ વાળું ગરમ પાણી વિનોદભાઈના શરીર ઉપર ઉડતા તે શરીરે દાજી ગયા હતા જેથી તેઓને સારવાર માટે પ્રથમ વાકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.