વાંકાનેર નજીક કારખાનામાં કેમિકલ વાળું ગરમ પાણી ઉડતા દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીમાં ઘરના આંગણામાં રમતા રમતા ઉકળતા પાણીના તપેલા સાથે અથડાતાં દાઝી ગયેલ 18 મહિનાના બાળકનું મોત
SHARE
મોરબીમાં ઘરના આંગણામાં રમતા રમતા ઉકળતા પાણીના તપેલા સાથે અથડાતાં દાઝી ગયેલ 18 મહિનાના બાળકનું મોત
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા પરિવારનો 18 મહિનાનો દીકરો ઘરના આંગણામાં રમતો હતો ત્યારે ત્યાં પાણી ઉકળતું હતું તે તપેલા સાથે તે બાળક અથડાયો હતો જેથી બાળક છાતી, પેટ અને વાંસાના ભાગે ગંભીર રીતે દાજી ગયેલ હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં મામાદેવના મંદિર પાસે રહેતા ગોવિંદભાઈ રાણાભાઇ ગમારાનો 18 મહિનાનો દીકરો શિવમ ગોવિંદભાઈ ગમારા પોતાના ઘરના આંગણામાં ગત તા. 18/11 ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રમતો હતો ત્યારે ગલુડિયા પાછળ દોડવા જતા ઠેસ આવવાના કારણે તે પડી ગયો હતો અને ત્યાં ઉકળતા પાણીનું તપેલું હતું તેની સાથે અથડાતા ગરમ પાણી તેના શરીર ઉપર પડતા શિવમ છાતી, પેટ અને વાસાના ભાગે ગંભીર રીતે દાજી ગયેલ હોય તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.