પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE















હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ ગઈ હોવાના કારણે તેને અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ મળીને 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા અને તે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન પાસેથી એક શખ્સે એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને વ્યાજખોરો દ્વારા યુવાનને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી માનસિક ત્રાસથી કંટાળીને યુવાન ઘર છોડીને જવા માટે મજબૂર બન્યો હતો ત્યારબાદ હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ચરડવા ગામે રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા (25) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઈ રાજેશભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતિકભાઇ મહેશભાઈ ગોસ્વામી અને દિપકભાઈ જગદીશભાઈ બાવાજી રહે. બધા ચરાડવાવાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આજથી એકાદ વર્ષ પહેલાં તેને ધંધામાં ખોટ આવતા પાંચે આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે આજે 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા તેના વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જયરાજભાઈ પઢિયારે ફરિયાદી પાસેથી એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને પાંચેય આરોપીઓ દ્વારા વ્યાજની કડક ઉઘરાણી કરીને ધાક ધમકી આપી માનસિક ત્રાસ ફરિયાદીને દેવમાં આવતો હતો જેથી યુવાન ઘર છોડવા માટે મજબૂર બન્યો હતો અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે પાંચેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તાજીવીજ શરૂ કરેલ છે






Latest News