મોરબીમાં હોસ્પિટલના કામ માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાન પાસેથી વ્યાજ અને મુદલ વસૂલી લીધા પછી પણ ઉઘરાણી ચાલુ !
SHARE
મોરબીમાં હોસ્પિટલના કામ માટે વ્યાજે રૂપિયા લેનારા યુવાન પાસેથી વ્યાજ અને મુદલ વસૂલી લીધા પછી પણ ઉઘરાણી ચાલુ !
મોરબીમાં રહેતા યુવાનને હોસ્પિટલના કામ માટે રૂપિયાની જરૂર હોવાથી તેને અલગ અલગ બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને લીધેલા રૂપિયા અને વ્યાજ સહિતની રકમ વ્યાજખોરોને ચૂકવી દીધી હતી તેમ છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા બળજબરીથી પડાવવા માટે થઈને ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધાકધમકી આપીને ગાળો આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ ધરમપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશ નગર શેરી નં 5 માં રહેતા અરવિંદભાઈ દેવશીભાઈ માકાસણા (48) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ બાલુભાઈ સુરાણી રહૈ. ધરમપુર અને આનંદભાઈ કિશોરભાઈ ધ્રાંગા રહે. નાગડાવાસ વાળાની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને હોસ્પિટલના કામ માટે રૂપિયાની જરૂર હતી ત્યારે મનીષ સુરાણી પાસેથી 10 ટકા વ્યાજ લેખે 30 હજાર રૂપિયા લીધા હતા જેની સામે મુદલ રકમ અને વ્યાજ સહિત કુલ મળીને 3 લાખ રૂપિયા તેને પરત ચૂકવી દીધેલ છે જ્યારે આનંદભાઈ ધ્રાંગા પાસેથી 10 ટકા વ્યાજ લેખે 2 લાખ રૂપિયા લીધા હતા જેની સામે વ્યાજ અને મુદ્દલ મળીને 4 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ બંને આરોપીઓ દ્વારા ફરિયાદીને ફોન કરીને તેમજ રૂબરૂમાં મળીને વધુ રૂપિયા પડાવવા માટે થઈને રૂપિયાની ઉઘરાણી કરવા માટે ધાક ધમકી આપવામાં આવતી હતી અને ગાળો આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે