મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે
દેશના સૌથી લોકપ્રીય અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયેલ છે જેથી તેમના કરોડો ચાહકો શોકમગ્ન થયા છે.ત્યારે ધર્મેન્દ્રને તેના ચાહકો અલગ-અલગ રીતે શ્રધ્ધાંજલી આપી રહ્યા છે.જેમાં મોરબીમાં ગીત સંગીત કાર્યક્રમ દ્વારા સંગીતપ્રેમી અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ અહીંના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ-મોરબી દ્વારા સ્વ.ધર્મેન્દ્રજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આગામી તા. ૨૭-૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે મહાવીર સોસાયટીના સાર્વજનિક મેદાન નવા બસ સ્ટેશનની સામેની શનાળા રોડેથી રવાપર રોડ જતી શેરી મોરબી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.ધર્મેન્દ્રજીના ચાહક એવા ડો.બી.કે.લહેરૂ તથા મોરબીની સમગ્ર જનતા તરફથી શ્રદ્ધાંજલિ આપવા આ ગીત-સંગીત કાર્યક્રમ યોજાશે.જેમાં ધર્મેન્દ્રજીની સ્મૃતિમાં તેમની ફિલ્મોના ગીત મોરબીના જાણીતા નૌશાદ મીર અને સુરસંગમ તથા વિક્ટર મેલોડી દ્વારા રજુ કરવામાં આવશે.