પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા-ઘૂટું પાસે દારૂની બે રેડ: 234 બોટલ-24 બીયરના ટીન સાથે કબ્જે, એક આરોપી પકડાયો: એકની શોધખોળ


SHARE















મોરબીના બેલા-ઘૂટું પાસે દારૂની બે રેડ: 234 બોટલ-24 બીયરના ટીન સાથે કબ્જે, એક આરોપી પકડાયો: એકની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે તથા ઘૂટું નજીક આવેલ રામનગરી સોસાયટી પાસે બાવળની કાંટમાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની નાની મોટી 234 બોટલ અને 24 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને  બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એક આરોપીને પકડવામાં આવેલ છે અને ઘૂટું પાસે કરાયેલ રેડમાં આરોપી પોલીસને જોઈને નાસી છૂટેલ હોય તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે તળાવની પાળ નજીક બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ મળીને 78 બોટલ મળી આવતા પોલીસે 26,630 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા (29) રહે. બેલા રંગપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે દારૂની બીજી રેડ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ તરફ જતા રામનગરી સોસાયટી પાસે આવેલ બાવળની કાંટમાં કરવામાં આવી હતી અને ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 156 બોટલ તેમજ બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 1,02,480 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસને જોઈને સ્થળ ઉપરથી આરોપી નાસિક છૂટ્યો હતો. પરંતુ તેની ઓળખ થઈ ગયેલ હતો જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેનીસગીરી સંદિપગીરી ગોસ્વામી રહે. રામકો વિલેજ ઘૂટું વાળાની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

યુવાન સારવારમાં
મોરબીના રાજપર ગામે રહી મજૂરી કામ કરતો બસંતકુમાર માંજી નામનો 26 વર્ષનો યુવાન ગામ પાસેથી પગપાળા જતો હતો ત્યારે કોઈ બાઈક ચાલકે હડફેટે લેતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના રાજકોટ હાઇવે ટંકારા પાસે છાપરી વિસ્તાર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા લક્ષ્મીબેન ધાનસિંગ (21), ખુશ્બુબેન ધાનસિંગ (18), અને કોમલબેન ધાનસિંગ (20) ને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ જોડીયા નજીકના અંબાલા ગામે કલ્પેશભાઈ નાથાભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની પૂજા રમેશભાઈ વાઘેલા નામની આઠ વર્ષની બાળકી અકસ્માતે ચૂલામાં પડી ગઇ હોય અને દાઝી ગઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વાઘપરા શેરી નંબર-8 માં રહેતા શાંતાબેન મહેન્દ્રભાઈ પરમાર ગામના 61 વર્ષના વૃદ્ધાને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે સાગર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.તેઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધા હતા જે બનાવમાં ઈજા પામ્યા હોય સારવારમાં લઈ જવાયા હતા.






Latest News