ટંકારા તાલુકામાં સ્ટેટ હાઇવેથી ધ્રોલિયાને જોડતા એપ્રોચ રોડનું રીસર્ફેસિંગ કામ શરૂ
મોરબી મહાપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્રારા ૧૪૬ શાળા પૈકી ૧૦૦ જેટલી શાળાઓ તેમજ ૧૩૧ હોસ્પિટલ પૈકી ૯૩ જેટલી હોસ્પિટલોની વિઝીટ પૂર્ણ
SHARE
મોરબી મહાપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્રારા ૧૪૬ શાળા પૈકી ૧૦૦ જેટલી શાળાઓ તેમજ ૧૩૧ હોસ્પિટલ પૈકી ૯૩ જેટલી હોસ્પિટલોની વિઝીટ પૂર્ણ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિત SOP મુજબ નાગરિકોની સુરક્ષા અને સુઆકારીને પ્રાથમિકતા આપતા મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી ટાઉન પ્લાનિંગ શાખા તથા ફાયર શાખા દ્વારા અમલ કરવામાં આવેલ છે.
જે કામગીરી અંતર્ગત વિવિધ શાળાઓ તથા વિવિધ હોસ્પિટલોની સ્થળ મુલાકાત (વિઝીટ) કરવામાં આવી છે.જેમાં કુલ ૧૪૬ શાળા પૈકી અત્યાર સુધી ૧૦૦ જેટલી શાળાઓની વિઝીટ કરવામાં આવી છે.તેમજ કુલ ૧૩૧ હોસ્પિટલ પૈકી ૯૩ જેટલી હોસ્પિટલોની વિઝીટ પૂર્ણ થઇ ગયેલ છે.જેમાં સુરક્ષા સંબંધિત માપદંડો, પરિસરની વ્યવસ્થા, એન્ટ્રી તથા એક્ઝિટ, અગ્નિશામક સાધનો, બાંધકામ પરવાનગી સંબંધિત તથા અન્ય મહત્વપૂર્ણ બાબતોની ચકાસણી કરવામાં આવેલ છે.આ કામગીરીનો મુખ્ય હેતુ શહેરના શહેરી નાગરિકોમાં સુરક્ષા અને સુવ્યવસ્થિત વિકાસ સર્જવાનો છે.જેમાં જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે તથા આગામી સમયમાં વધુ એસેમ્બલી બિલ્ડીંગની સ્થળ મુલાકાત લેવામાં આવશે અને સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયેલ છે.