મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી 90 વિદ્યાર્થીઓએ રજુ કરી 44 કૃતિ


SHARE







મોરબીમાં યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી 90 વિદ્યાર્થીઓએ રજુ કરી 44 કૃતિ

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત–વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોમાં રસ રુચી વધે, વિદ્યાર્થીઓમાં નવી વિચાર શક્તિ ખીલે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, નવું નવું જાણવા મળે અને નવું નવું શીખવા મળે તે હેતુથી "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવે છે.

વર્ષ 2025-26ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ હતુ જેનો મુખ્ય વિષય Science and Technology for Sustainable Future હતો. તાજેતરમાં શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ, મોરબીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 44 કૃતિમાં કુલ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને  પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં  દરેક વિભાગમાં  પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ  હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસ. વી. એસ. કન્વીનર અતુલભાઈ પાડલિયા તથા સહ કન્વીનર રાજેશભાઈ ચનીયરા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News