મોરબી નજીક પેપર મિલમાં લાગેલ આગથી થયેલ નુકશાન સામે વ્યાજ સહિત 3.30 કરોડ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
SHARE
મોરબી નજીક પેપર મિલમાં લાગેલ આગથી થયેલ નુકશાન સામે વ્યાજ સહિત 3.30 કરોડ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
મોરબી નજીક નેક્ષા પેપર્સ એલ.એલ.પી. માં લાગેલ આગનો વીમો ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સનો હોઈ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરેલ છતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી હતી જેથી મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલત માં કેસ દાખલ કરતાં અદાલતે ૨,૮૫,૦૫,૧૧૭ નો તા. ૦૪/૦૧/૨૦૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ૩,૩૦,૦૦,૦૦૦ નો વીમો ચુકવવા આદેશ કરેલ છે.
આ કેઇસની વિગત એવી છે કે કિશનભાઈ મગનભાઈ ઝાલાવાડીયા નેક્ષા પેપર્સ એલ.એલ.પી. ના ભાગીદાર હોય તેની ફેકટરી માં તા.:-૨૦/૦૩/૨૦૨૨ માં રાત્રે આગ લાગેલ આશરે ચાર કરોડ ઉપર નુકશાન થયેલ હતું તેમણે ધ ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સનો વીમો લીધો હતો તેણે સમય મર્યાદા માં તમામ કાગળો વીમા કંપનીમાં રજુ કરી આપેલ હતા ત્યાર બાદ વીમા કંપનીએ રેપ્યુડ લેટર થી જણાવી આપેલ કે તમારી નુકશાનીની રકમ ખોટી છે તમે વીમાને માટે હકદાર નથી ઓડીટરી રીપોર્ટમાં સ્ટોક સબંધે કોઈ સામાકારણો નથી માટે પુરાવાના અભાવે વીમો મળે નહી આ અંગે કિશનભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અદાલતમાં કેઇસ દાખલ કરેલ હતો અને અદાલતે વીમા કંપનીને જણાવ્યું કે ગ્રાહકે વીમા નું પ્રીમીયમ ભરેલ છે ૨૦૨૧-૨૨ નાં સી.એ રીપોર્ટ આપેલ છે આમા માલની વિગત આપી છે અને પોલીસ ફરિયાદ માં ૮૦ ટકા માલને નુકશાન કરેલ છે તેવુ દર્શાવે છે સરવૈયર પોતાનો રીપોર્ટ એક મહીનામાં રજુ કરવાનો હોય તેમણે એક વર્ષ પછી રજુ કરેલ છે. વીમા કંપની ની સેવામાં ખામી હોઈ તેમજ રેપ્યુડેશનમાં જણાવેલ કારણો માન્ય કરવામાં આવતા નથી માટે વીમા કંપનીને કિશનભાઈ ને રૂપિયા ૨,૮૫,૦૫,૧૧૭ નો તા. ૪-૧-૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ૩,૩૦,૦૦,૦૦૦ નો વીમો ચુકવવા આદેશ કરેલ છે.









