મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન


SHARE











મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન

મોરબીના બેલા ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન મંદિરે મહાયજ્ઞ, સંતવાણી અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે અને જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કર્યો છે.

મોરબીના બેલા ગામ પાસે સદગુરુ પરમાત્મા કેશવાનંદ બાપુના પ્રસાદ સ્વરૂપ, ભજનભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રીવિભૂષિત માતાજી કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમને શુક્રવારે તા 28/11 થી તા 2/12 સુધી સાધુ સંતો તથા વિદ્વાન આચાર્યોના સાનિધ્યમાં પાંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તા. 28 થી 2 સુધી ડીસેમ્બર સુધી શ્રી વિષ્ણુ મહાયજ્ઞ, તા. 29 ના રોજ રાત્રે 9:30 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કર્યું છે અને તા. 30 ના રોજ ધર્મસભા, શ્રીનવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ધૂણી સ્થાપના અને તા 2 ડિસેમ્બરે શ્રી વિષ્ણુ મહાયજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.






Latest News