મોરબીમાં ઘરે બેભાન અવસ્થામાં આધેડ મહિલાનું મોત
SHARE
મોરબીમાં ઘરે બેભાન અવસ્થામાં આધેડ મહિલાનું મોત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્ક વિસ્તારમાં રહેતા આધેડ મહિલા ઘરે બેભાન થઈ ગયા હતા જેથી તેઓને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્ક વિસ્તારમાં રહેતા સગુણાબેન કરસનભાઈ ફુલતરીયા (52) નામના આધેડ મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં કોઈ કારણો હતા તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેઓને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતો અક્રમ ઈરફાનભાઇ સુમરા (29) નામનો યુવાન મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડ પાસે આવેલ આયુષ હોસ્પિટલ નજીક હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં ગર્લ્સ સ્કુલ સામેના ભાગમાં રહેતા સોનલબેન મહેશભાઈ ધામેચા નામના મહિલા તેના દીકરાના બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી પડી જતા તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









