અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી
ટંકારાના ડેમી–૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
ટંકારાના ડેમી–૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ડેમી– ૧ ડેમના ગેઈટ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવે અથવાતો ત્યાં સિમેન્ટ કોંકરેટની દીવાલ કરીને પાણીનો સ્ટોરેજ વધે તેવું કામ કરવાની માંગ કરેલ છે તેમજ ડેમી-૧ ડેમને સૌની યોજના સાથે જોડવામાં આવે અને તેમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરીએ મુખ્ય મંત્રીને રજૂઆત કરેલ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમી–૧ સિંચાઈ યોજનાનો ડેમ આવેલ છે. આ ડેમ ઉપર નાખવામાં આવેલ ગેઇટ છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલ છે. આ ગેઇટ હજુ સુધી રીપેર કરવામાં આવેલ નથી. જેથી કરીને ગેઇટની હયાતી હોય તો ડેમમાં પાણીનો સ્ટોરેજ વધારે થઇ શકે છે અને તેનો લાભ કમાંડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પાણી માટે મળે છે જેથી તૂટી ગયેલ ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ બાબતે ખેડૂતો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ છે તો પણ હજુ સુધી કોઈ જાતનું કામ કરવામાં આવ્યું નથી. જેથી કરીને આગામી ચોમાસા પહેલા ગેઇટની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટથી દીવાલ બનાવીને ડેમને તેટલો ઉચો બનાવવામાં આવે અથવા તો તૂટે નહીં તેવા સારા ગેઇટ નાખવામાં આવે તેવી તેવી રજૂઆત કરેલ છે. આ ઉપરંત જેમ ડેમી-૨ ને નર્મદાની સૌની યોજનાની પાઈપ લાઈનથી ભરવાની જોગવાઈ કરેલ છે તેમજ ડેમી-૧ ને પણ સૌની યોજના સાથે જોડવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો તેઓની રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.