મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
મોરબીમાં ઘરે આંચકી આવતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
SHARE
મોરબીમાં ઘરે આંચકી આવતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા યુવાનને આંચકી ઉપડી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તેની તબિયત ખરાબ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા મગનભાઈ રામભાઈ સોઢીયા (40) નામના યુવાનને તે પોતાના ઘરે હતો ત્યારે અચાનક આંચકી ઉપડી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની લાઇફ લાઇન હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જતા હતા તેવામાં સનાળા ગામ નજીક તે યુવાનની તબિયત વધુ ખરાબ થવાને કારણે તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના લખધીરનગર ગામે રહેતો ધ્રુવ મૂળજીભાઈ મોરવાડિયા તેના પિતા સાથે બાઇકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી









