મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર તેની પત્ની-સાસુનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE





મોરબીમાં યુવાન ઉપર તેની પત્ની-સાસુનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા યુવાનના માતા પિતા સાથે તેની પત્ની અને સાસુએ ઘરે આવીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારે યુવાન તેના દીકરા સાથે ઘરે આવ્યો હતો ત્યારે તેની પત્નીએ તેની કાર ઉપર લાકડાનો ધોકો માર્યો હતો અને યુવાન કારમાંથી નીચે પડતાં તેને પણ ધોકો મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ધક્કો લગતા તેની પત્ની નીચે પડી ગયેલ હતી. ત્યારબાદ યુવાન અને તેના માતા પિતાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં તેની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસે સનરાઈઝ વિલા સી/101 માં રહેતા ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણા (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિશાબેન રાજેશભાઈ દફતરી અને રાજેશ્રીબેન રાજેશભાઈ દફતરી રહે. બંને અરુણોદયનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેની પત્ની નિશાબેન તથા સાસુ રાજેશ્રીબેન બંને તેના ઘરે આવ્યા હતા અને ફરિયાદીના માતા-પિતા સાથે બોલાચાલી, ઝઘડો કરીને ગાળો આપતા હતા તેવામાં તે પોતાના દીકરાને લઈને ઘરે આવતા ફરિયાદીની પત્નીએ કાર ઉપર લાકડીનો ધોકો માર્યો હતો અને ફરીયાદી કારમાંથી નીચે ઉતરતા તેને લાકડી મારવા લાગતા ફરિયાદીએ લાકડી પડાવા જતા ધક્કો લાગવાથી તેની પત્ની નિશાબેન નીચે પડી ગઈ હતી અને ત્યાર બાદ તેણે ફરિયાદી સાથે જપાજપી કરી હતી અને ગાળો આપીને ફરિયાદી તેમજ તેના માતા પિતાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં તેની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે




Latest News