વાંકાનેર દોશી કોલેજનો વિદ્યાર્થી કબડ્ડી સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે
SHARE
વાંકાનેર દોશી કોલેજનો વિદ્યાર્થી કબડ્ડી સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર દોશી કોલેજનાં એક વિદ્યાર્થીની રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રાજકોટ ખાતે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું ડાયરેક્ટર સિલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ૨૧ કોલેજોનાં ૧૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાથી ૧૨ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરની દોશી કોલેજનો વિદ્યાર્થી ખાંડેખા નૈમિષ ભીખાભાઈ ૧૦૦ ખેલાડીઓમાંથી પ્રથમ ક્રમે સિલેક્ટ કરવામાં આવ્યો હતો, જે સંત ગાડગે બાબા યુનિવર્સિટી અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે તા.૨૨ થી ૨૬ ડિસે. દરમ્યાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે. આ વિદ્યાર્થીએ વાંકાનેર દોશી કોલેજનું ગૌરવ વધાર્યું છે ત્યારે વિદ્યાર્થી તથા રમત ગમત અધ્યાપક કેપ્ટન ડૉ.વાય.એ.ચાવડાને દોશી કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય અને કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી.