મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓ સહિતના લોકો દ્વારા ભરશિયાળે પાણીની માંગ સાથે રામધૂન !
મોરબીના લખધીરપુરથી નીચી માંડલ સુધીના રોડના કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા
SHARE
મોરબીના લખધીરપુરથી નીચી માંડલ સુધીના રોડના કામનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા
મોરબીમાં લખધીરપુરથી નીચી માંડલ સુધીનો નવો રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેવામાં ટંકારાના ધારાસભ્યએ આજે સ્થળ ઉપર જઈને ચાલુ કામનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીને સ્થળ ઉપરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબીમાં નેશનલ હાઇવે રોડ થી લખધીરપુર થઈને નીચી માંડલ સુધીનો ૧૦ મીટર પહોળો સીસી રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા પહોચ્યા હતા અને હાલમાં ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉદ્યોગકારોની માંગણી મુજબ નેશનલ હાઇવે એપ્રોચ રસ્તાના વિજપોલ અને અન્ય દબાણો હટાવી ફેનીંગ એરીયાની લંબાઇ પહોળાઈ વધારવા માટે અધિકારીઓને સ્થળ ઉપરથી જ ધારાસભ્ય દ્વારા સુચના આપવામાં આવી હતી. અને કેનાલ રોડથી ઘુંટુ તરફ જતા નવા બનેલ સીરામિક ક્લસ્ટરના સીસી રોડ ઉપર ઘુંટુ નદી ઉપર સ્મશાન પાસે નવો બ્રીજ બનાવો જરુરી છે. જેથી કરીને ચોમાસામાં ત્યાં પાણી ભરાયેલ હોય તો પણ ભારે વાહનોની અવર જવર જુના ઘુંટુ રોડ ઉપર કરી શકાય તેમ છે. આ ઉપરાંત હાલમાં લખધીરપુર રોડથી ઘુંટુ વાયા લિવોલા થઇને જતા સીસી રોડનુ કામ પ્રગતિમાં છે. જેમાં પણ ઘુટુ ગામની નદીના હૈયાત વોકળા પર બ્રીજ બનાવો જરુરી છે. આ બ્રીજ બને તો જ લખધીરપુરથી હળવદ રોડને કનેક્ટિવિટી મળે તેમ છે. આ બાબત ધારાસભ્ય સાથે વાત કરતાં તેઓએ બ્રીજ માટે પણ અધિકારી સાથે વાત કરીને જરૂરી સૂચના આપેલ છે. અને દરખાસ્ત મોકલવા ભલામણ કરી હતી. જેથી લખધીરપુર રોડના તમામ ઉધોગકારો અને સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનો આભાર વ્યક્ત કરાયો હતો.









